મોરબી:લાંબા અંતરની મુસાફરીમાં નીકળતા પહેલા ઘરના લોક બરોબર લાગ્યા છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો. બની શકે છે કે, ચોરનો ટાર્ગેટ કેશથી ભરેલું ઘર જ હોય. મોરબી જિલ્લામાં પુત્રને મળવા માટે ગયેલા દંપતિના ઘરમાં તસ્કરો 1 લાખથી વધારે રકમનો (Theft FIR Filed) હાથ ફેરો કરી ગયા છે. જેને લઈને કાયદેસરની પોલીસ ફરિયાદ માણિયામિયાણા પોલીસ મથકે (Madia Miyana police station) નોંધાઈ છે. દંપતી સરવડ ગામનું છે અને તેઓ તેના પુત્રને મળવા માટે મોરબી ગયા હતા. પાછળથી એના ઘરેથી કુલ રૂપિયા 1,47,000 ની ચોરીથઈ હતી.
પાંચ ઘરના તાળા તૂટ્યાઃગામમાં અન્ય પાંચ સ્થળે તસ્કરોના ધામ માળીયા તાલુકાના સરવડ ગામે પ્રૌઢ દંપતી(robbery in Saravad village) પોતાના પુત્રને મળવા મોરબી ગયા હતા. પાછળથી તક્સરોએ તેમના બંધ ઘરને ટાર્ગેટ કરીને રૂપિયા 1.49 લાખના મતાની ચોરી કરી હતી. આ મામલે માળીયા પોલીસ મથક(Malia Police Station ) ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે. જેમાં ફરિયાદીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમની સાથે અન્ય પાંચ મકાનમાં પણ તસ્કરોએ ચોરીનેઅંજામ આપ્યો છે. જો કે અન્ય કોઈએ પોલીસ ફરિયાદ દાખલ નથી કરી.
આ પણ વાંચોઃMVM કોલેજ જાતીય સતામણીનો મામલો, પ્રોફેસર વિરુદ્ધ FIRની તજવીજ હાથ ધરાઈ
ચાર દિવસથી ઘર બંધઃચાર દિવસથી દીકરાના ઘરે હતા દંપતી માળિયાના સરવડ ગામે રહેતા અમ્રુતલાલ છગનલાલ લોદરીયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સરવડ ગામમા રામજી મંદીર(Ramji Mandir in Saravad village) પાસે રહે છે અને તેમનો દીકરો દીકરો મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ લોટ્સ સોસાયટીમા તેના પત્નિ સાથે રહે છે. જેથી અમ્રુતલાલ તથા તેમના પત્નિ વિદ્યાબેન તેમના મકાને તાળુ મારી છેલ્લા ચાર દીવસથી દીકરાના ઘરે હતા.