મોરબીઃ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ભાજપે આઈ.કે.જાડેજા અને પ્રધાન સૌરભ પટેલને જવાબદારી સોંપી છે. જેથી આ બન્ને આગેવાનોએ શનિવારે મોરબી ખાતે એક બેઠક યોજી હતી. જેમાં સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા, પૂર્વ ધારાસભ્ય કાન્તી અમૃતિયા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 35થી વધુ સભ્યોએ કેસરીયો ધારણ કર્યો
મોરબીમાં પેટા-ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ભાજપ દ્વારા પેટા-ચૂંટણીનો જંગ જીતવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં શનિવારે ભાજપના અગ્રણીઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મોરબી તાલુકા પંચાયત પ્રમુખ સહિતના 35થી વધુ કોંગ્રી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો અને મોરબી પેટા-ચૂંટણી જીતવા ભાજપ આગેવાનોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 35થી વધુ સભ્યોએ કેસરીયો ધારણ કર્યો
આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજ પાંચોટિયા તેમજ ગામના પૂર્વ સરપંચ, સહકારી મંડળીના આગેવાનો તેમજ મોરબીના વોર્ડ નંબર-04ના કાર્યકરો સહિત 35થી વધુ કોંગ્રી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જે તમામને ખેસ પહેરાવી ભાજપ આગેવાનોએ સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં સોશિયલ ડિસટેન્સનો અભાવ જોવા મળ્યો હતો. જેથી આઈ.કે.જાડેજાએ સોશિયલ ડિસટેન્સ જાળવવા સૂચનો આપ્યાં હતાં.