- મોરબીમાં કોંગ્રેસે કોવિડ ન્યાયયાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજી
- કોંગ્રેસે પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારની ખોલી પોલ
- કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવા માગ
મોરબીઃ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા અંતર્ગત 2 અઠવાડિયામાં 22,000 કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ કોરોનામાં સ્વજન ગુમાવનારાઓને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસ પક્ષે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને ફોર્મ ભરવા આપ્યા હતી, જેમાંથી 31,850 ફોર્મ ભરીને પરત આવ્યા છે. આથી ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીનો આંક 10,081 સત્તાવાર રીતે દર્શાવ્યા છે, જેનાથી ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર 4 અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષને કોવિડ 19 ન્યાયયાત્રામાં સામે આવી છે. આમાં રાજ્યના 4 ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 11,208, ઉત્તર ઝોનમાં 8045, મધ્ય ઝોનમાં 5136 અને દક્ષિણ ઝોનમાં 7461 મળીને કુલ 31,850 પરિવારજનોએ કોરોનામાં તેમના સ્વજનો મૃત્યુ પામ્યા હોવાની માહિતીના ફોર્મ ભરી આપ્યા હતા.