ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા - મોરબી કોરોનાવાઈરસ ન્યૂઝ

મોરબી જીલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે જિલ્લાના ટંકારા, હળવદ અને મોરબીમાં વધુ છ કેસો નોંધાયા છે.

coronavirus
coronavirus

By

Published : Jul 24, 2020, 11:16 AM IST


મોરબીઃ મોરબી જીલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લાના ટંકારા, હળવદ અને મોરબીમાં વધુ છ કેસો નોંધાયા છે. તેમજ કોરોનાવાઈરસને કારણે પોલીસ કર્મચારી સહીત બેના મોત થયા છે.

મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામના 30 વર્ષના મહિલા, મોરબીના કાયાજી પ્લોટના 67 વર્ષની મહિલા, પંચાસર રોડ ઉમિયા સોસાયટીના 50 મહિલા અને 28 વર્ષના પુરુષ, સામાકાંઠે આનંદનગરના 60 વર્ષના પુરુષ અને હળવદના મયુરનગર રોડ માધાપરના રહેવાસી 79 વર્ષના પુરુષ એમ છ કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને પગલે બે દર્દીના મોત થયા છે. મોરબીના પોલીસ લાઈનમાં રહેતા પોલીસકર્મી સલીમભાઈ મકરાણી અને પારેખ શેરીમાં રહેતા મંજુલાબેન આડેસરા નામના વૃદ્ધા એમ બે લોકોના મોત થયા છે.

મોરબી જીલ્લામાં નવા ૬ કેસો સાથે કુલ કેસનો આંક 203 પર પહોંચ્યો છે. જેમાં 67 એક્ટીવ કેસ, 122 દર્દીઓ સ્વસ્થ થયા છે તો કુલ મૃત્યુઆંક 14 થયો છે.

ABOUT THE AUTHOR

...view details