મોરબીઃ જિલ્લામાં કોરોનાના વધુ 16 કેસ નોંધાયા છે અને વધુ 9 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. જયારે એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય વિભાગમાં ચિતા ફેલાઈ છે.
મોરબીમાં કોરોનાનો કહેર, નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા
સમગ્ર રાજ્ય સહિત મોરબીમાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે મોરબીમાં વધુ 16 નવા કેસ સામે આવ્યા છે. જેથી કુલ સંક્રમિતોની સંખ્યા 357 પર પહોંચી છે.
જિલ્લામાં નવા કેસમાં મોરબીના મંગલદીપ એપાર્ટમેન્ટના ત્રણ કેસમાં 52 વર્ષના મહિલા, 30 વર્ષના મહિલા અને 34 વર્ષના મહિલા, શનાળા રોડ શક્તિ પ્લોટ 4 ના બે કેસમાં 20 વર્ષની મહિલા અને 16 વર્ષની સગીરા, મહેન્દ્રપરાના 50 વર્ષના મહિલા, વૃંદાવન પાર્કના 52 વર્ષના પુરુષ, અરુણોદયનગરના 36 વર્ષના પુરુષ, વાંકાનેરના દરબારગઢ પાસે રહેતા 56 વર્ષના પુરુષ, વાંકાનેરના વૃદ્ધાશ્રમ આશ્રમ ક્વાર્ટરમાં રહેતા 25 વર્ષના યુવાન, મોરબીના રવાપર રોડના 60 વર્ષના પુરુષ, વજેપરના 58 વર્ષના પુરુષ, લાલબાગમાં 38 વર્ષના મહિલા, 16 વર્ષની સગીરા, રવાપર રામજી મંદિર વાળી શેઈરના 55 વર્ષના મહિલા અને કુબેરનગર વાવડી રોયલપાર્કના રહેવાસી 65 વર્ષના પુરુષ એમ 16 કેસ પોઝિટિવ આવ્યા છે.
વધુમાં જણાવીએ તો 9 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, તો મોરબીના વજેપરના 58 વર્ષના પુરુષનું કોરોનાને પગલે મોત થયું છે. મોરબી જિલ્લામાં નવા 16 કેસો સાથે કુલ કેસનો આંક 357 થયો છે, જેમાં 142 એક્ટિવ કેસ છે તો 193 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે જિલ્લામાં કુલ 22 દર્દીના મોત થયા છે.