ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ટીંબડી પાટિયા નજીક લાખો રૂપિયાના ટાયરની ચોરી - morbi ma tayro ni chory

મોરબીઃ ટીંબડી પાટિયા નજીક આવેલા વચ્છરાજ ટાયર નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીના સમયે બંધ દુકાનના તાળા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી 9, 20,000 હજારના 56 નંગ ટાયરો ચોરી નાસી ગયા હતા.

ટીંબડી પાટિયા નજીકથી લાખોના ટાયરની ચોરી

By

Published : Oct 11, 2019, 6:43 AM IST

ટીંબડી પાટિયા નજીક આવેલા વચ્છરાજ ટાયર નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીના સમયે બંધ દુકાનના તાળા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી 9, 20,000 હજારના 56 નંગ ટાયરો ચોરી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા પી.એસ.આઈ, એમ. વી .પટેલ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવ અંગે ધોરણસરની તપાસ ચલાવી છે. ચોરીના બનાવ અંગે દુકાનના સંચાલક રમેશભાઈ ઉર્ફે કાનાભાઈ માલદેભાઈ ગોઢાંણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ટીંબડી પાટિયા નજીકથી લાખોના ટાયરની ચોરી

જે અંગેની વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ એમ વી પટેલ કરી રહ્યા છે. તો મોરબી પંથકમાં વધી રહેલા ચોરીના બનાવોથી વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details