ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં, અનેક રજૂઆતો છતાં કોઇ નિરાકરણ નહીં

મોરબીઃ છેલ્લા 4 વર્ષથી મોરબીવાસીઓને રસ્તાની સુવિધા મળી નથી અને જે રોડ તૂટી ગયા છે, તેનું રીપેરીંગ પણ કરવામાં આવ્યું નથી. કાચા રસ્તા હોવાથી દર ચોમાસે ભારે વરસાદને કારણે રોડ-રસ્તા સંપૂર્ણ રીતે ધોવાય જતા ઠેકઠેકાણે નાના મોટા ગાબડા પડી ગયા છે. જેને કારણે તેમાં પાણી ભરાય જતા લોકોને તે ગાબડા નજર ન આવતા અકસ્માત પણ સર્જાય છે, આ મુશ્કેલીઓનો સામનો મોરબીની સામાન્ય જનતા ઘણા સમયથી કરી રહી છે.

morbi
મોરબી

By

Published : Jan 15, 2020, 5:23 PM IST

ચોમાસા બાદ મોરબી શહેરના રસ્તાઓ તૂટી ગયા છે. રીપેરીંગના અભાવે તેમજ નવા રોડ નહીં બનવાથી ધૂળની ડમરીઓ ઉડે છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે જણાવ્યા પ્રમાણે, તેની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડે છે. રોડ પર ગાબડાથી અકસ્માત સર્જાય છે તો, તૂટેલા રોડ રસ્તાના કારણે વાહનમાં જે વેપારીઓનો માલ લઇ જવામાં આવે છે, તેમાં પણ તૂટી જવાની બીક રહે છે, તો મોરબી એ સૌરાષ્ટ્રનું પેરીસ ગણવામાં આવતું પણ હાલ પેરીસ પર ધૂળ ચડી ગઈ છે.

મોરબીમાં ઠેર ઠેર રસ્તા બિસ્માર હાલતમાં, અનેક રજુઆતો છતા કોઇ નિરાકરણ નહી

આ મુદ્દે કરેલી લોકોની રજૂઆત પણ કોઇ સરાકરી બાબુઓ કાને ધરતું નથી. તો જોવાનુ રહ્યું કે, મોરબીની જનતાને પડતી મુશ્કેલીઓ ક્યારે ઉચ્ચઅધિકારીઓ સાંભળે છે? અને આ પાયાની જરૂરિયાતની સમસ્યાઓનો કેટલા સમયમાં નિરાકરણ લાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details