મોરબીના જૂના ખારચિયામાં ચકચારી મર્ડર કેસનો આરોપી નિર્દોષ - gujarati news
મોરબીઃ જુના ખારચિયા ગામમાં થયેલાા ચકચારી મર્ડર કેસના બન્ને આરોપીને ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો છે. મળતી વિગત મુજબ 31 માર્ચ 2016માં જુના ખારેચીયા ગામમાં આ કામના ફરિયાદી નિરૂબા જયદેવસિંહ ઉર્ફે હકુભા વિક્રમસિંહ જાડેજા પોલીસ સ્ટેશનમા મર્ડર ની ફરિયાદ કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીઓએ કોઇ પણ કારણોસર ફરિયાદી નિરુબાના પતિ જયદેવસિંહ ઉર્ફે હકુભા વિક્રમસિંહ જાડેજા ને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તથા કુહાડીના ઘા ઝીંકી મોત નીપજાવે છે. જેમાં આરોપી પક્ષે ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા રોક્યાલા હતા જેના મામલે પોલીસે પ્રભુ બાબુ કાળી તથા શિવા દિનેશ સુરેલા ની ધરપકડ કરી હતી. જે બાદ આ કેસમાં કોઈ પુરાવા ન મળતાં અંતે આજે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.જે તે સમયે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મૃતક જયદેવસિંહ એ બંને આરોપીને સસલાનો શિકારના કરવાનું સમજાવતા આરોપીઓને ન ગમતા બન્ને વચ્ચે ઝપાઝપી કરી જયદેવસિંહના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નીપજાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ કેસમાં કોઈ સાક્ષી પુરાવા મળ્યા ન હતા. જેથી કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે.