ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી લીલાપર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર, ખાતમુહૂર્ત કરાયું - મોરબી

મોરબીના લીલાપર રોડનો પ્રધાનમંત્રી સડક યોજનામાં સમાવેશ કરીને આ રસ્તાના નવિનીકરણનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે આ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોરબી લીલાપર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર, ખાતમુહૂર્ત કરાયું
મોરબી લીલાપર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર, ખાતમુહૂર્ત કરાયું

By

Published : Nov 26, 2020, 2:37 PM IST

  • મોરબીનો લીલાપર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર
  • મોરબીના લીલાપર રોડનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત
  • 1.70 કરોડના ખર્ચે બનશે 5 કિમીનો રોડ

    મોરબીઃ મોરબી થી લીલાપર રોડને જોડવા માટે થઈને ઘણાં સમયથી માગણી કરવામાં આવી હતી. જે દરમિયાન આ રસ્તાનો સમાવેશ પ્રધાનમંત્રી સડક યોજનામાં કરીને તેના નવીનીકરણનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે. આ રોડના કામમાં 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ મંજૂરીથી લીલાપર રોડ ઉપર આવેલા વિદ્યુત સ્મશાનથી લઈને લીલાપર સુધીનો પાંચ કિલોમીટરનો રસ્તો સીસીરોડ બનાવવામાં આવશે.
    1.70 કરોડના ખર્ચે બનશે 5 કિમીનો રોડ
  • મોહન કુંડારીયાએ કર્યું ખાતમુહૂર્ત

આ રોડકામનું ખાતમુહૂર્ત રાજકોટના સાંસદ મોહન કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રીશિપ કૈલા, જીગ્નેશ કૈલા, ભરત જારીયા, ભાનુબેન નગવાડિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details