ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની એલ.ઈ. કોલેજમાં લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા મેડલ ફંક્શનની ઉજવણી કરાઇ - morbi updates

મોરબીની એલ.ઈ. કોલેજમાં લેન્કો એલ્યુમની એસોશિયસન દ્વારા મેડલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં ફાઈનલ વર્ષમાં ટોપમાં આવેલા 12 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ અન્ય જુદી જુદી એક્ટીવીટીમાં સારું પરફોર્મ કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબી
મોરબી

By

Published : Jan 28, 2020, 11:19 PM IST

મોરબીઃ લખધિરજી એન્જીનિયરીંગ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે 11માં ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફેકલ્ટીમાં એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ફાઈનલ વર્ષમાં ટોપમાં આવેલા 12 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ અન્ય જુદી જુદી એક્ટીવીટીમાં સારું પરફોર્મ કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબીની એલ.ઈ. કોલેજમાં લેન્કો એલ્યુમની એસો દ્વારા મેડલ ફંક્શનની ઉજવણી કરાઇ

આ પ્રસંગે વર્તમાન વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ગેટ ટૂ ગેધરનો આનંદ લીધો હતો. ફંક્શનમાં કોલેજના પ્રિન્સીપાલ પંડ્યા સર, લેન્કો એલ્યુમની એસોના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હરીશભાઈ રંગવાલા, પ્રેસિડેન્ટ જનક પટેલ, સેક્રેટરી બાબુભાઈ વાઘાણી, લેન્કો આર એન જાડેજા, એસ આર સીતાપરા, એ એચ મેનપરા, હસુભાઈ ઉભડીયા, નરસંગ હુંબલ, અમરીશ પટેલ તેમજ અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફંક્શનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details