મોરબીના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ મીતેશભાઇ દિલીપકુમાર દવે નાનપણથી જ વિવિધ સિક્કાઓ અને ટપાલ ટીકીટ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હતા.તેમણે ભારત સરકારની તમામ ટંકશાળ દ્વારા બહાર પાડવામાં આવેલ સિક્કાઓ સહીત ભારતીય રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નરથી લઈને ઉર્જિત પટેલ સુધીના તમામ ગવર્નરની સહીઓ વાળી નોટોનો સંગ્રહ કર્યો છે.
મોરબીના યુવાને બે વખત મેળવ્યુ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન - Morbi
મોરબી: યુવા ધારાશાસ્ત્રીને નાની વયથી જ પ્રાચીન સિક્કાઓ તથા ટપાલ ટીકીટનો સંગ્રહ કરવાનો શોખ હતો. ત્યારે આજ શોખે તેને પ્રસિદ્ધિ અપાવી છે. આ યુવાને પોતાના શોખને લીધે લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં એક વખત નહિ પરંતુ બીજી વખત તેમને ગૌરવભેર સ્થાન મળ્યું છે.

મિતેશ દવે પાસે ભારત સિવાય વિશ્વના તમામ ૧૯૨ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ સિવાય બીજા ૯૩ ડેડ નેશન સહીત કુલ ૨૮૫ દેશના ચલણ અને ટપાલ ટીકીટોનો અનોખો સંગ્રહ છે. તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી ઓસ્ટ્રેલીયા દ્વારા સતત ત્રીજા વર્ષની સભ્યપદ પ્રાપ્ત થયેલ છે. જે અંગે યુવા ધારાશાસ્ત્રી જણાવે છે કે વર્ષ ૧૯૯૯ તેના પિતા સાથે એક પ્રદર્શનની મુલાકાત દરમિયાન જ તેમને શોખ જાગ્યો હતો. ત્યાર બાદ પાછું વળીને જોયું નથી તો સંગ્રહ કરાયેલ સિક્કાઓ અને નોટોની જાળવણીનું કામ પણ એટલું જ અઘરું છે. દરેક નવી ચલણી નોટો અને સિક્કાઓ તે મેળવી રહ્યા છે અને એક બાદ એક રેકર્ડ સ્થાપી રહ્યા છે.