માં ભોમની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોના પરિવારને આર્થિક તેમજ મોરલ સપોર્ટ કરવો તે દરેક દેશવાસીઓની નૈતિક ફરજ બની રહે છે. જે ફરજના ભાગરૂપે મોરબીના અજયભાઈ લોરીયાએ શહીદોના પરિવારોને સહાય પહોંચાડી હતી. તેમના ઘરે જઈને રૂબરૂ સહાય આપવાનો નિર્ણયકર્યો હતો. જે મુજબ તેઓએ ઉત્તરાખંડ અને રાજસ્થાન જઈને નવ શહીદોના પરિવારોને હાથો-હાથ સહાય અર્પણ કરી હતી. આ સેવાયાત્રામા તેમની સાથે કુલદીપભાઈ વાઘડિયા,ધર્મેશભાઈ રામાણી સહિતના યુવાનો પણ જોડાયા હતા.
મોરબીના યુવાનોએ શહીદ પરિવારોને રૂબરૂ સહાય અર્પણ કરી - Jammu And Kashmir
મોરબીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ દેશભરમાંથી શહીદ પરિવારોને આર્થિક મદદ કરવાના હેતુથી સહાય એકત્ર કરી હતી અને ઉત્તરાખંડ તેમજ રાજસ્થાનના નવ શહીદ પરિવારોને રૂબરૂ મળીને હાથો-હાથ સહાય અર્પણ કરી હતી.

Etv Bharat, Morbi
મોરબીના આ યુવાનોએ ૩૫૦૦ કિમીની યાત્રા કરીને રાજસ્થાનના ૫ શહીદો અને ઉત્તરાખંડના ૪ શહીદોમાં પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી પરિવારના સભ્યો સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. તેઓએ પુલવામાખાતેના આતંકી હુમલામાશહીદ થયેલા મોહન લાલ,રોહિતાસ લાંબા,જીત રામ,ભગીરથ સિંગ,હેમરાજ મીના,નારાયણ ગુર્જર,વિરેન્દ્ર સિંગ તેમજ બાદમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ધૂંડીયલ અને ચિતરેશકુમાર તીસ્તના પરિવારજનોને સહાય અર્પણ કરી હતી.