- કપાસ અને મગફળીની આવક 2 દિવસ બંધ રાખવામાં આવી
- અન્ય જણસની ખરીદી યાર્ડ દ્વારા ચાલું
- રાજ્યમાં 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી
મોરબી: રાજ્યમાં કમોસમી વરસાદે (unseasonal rain in gujarat) ફરી એકવાર ખેડૂતો માટે ચિંતા પેદા કરી છે. રાજ્યમાં હવામાન વિભાગ(meteorological department gujarat) દ્વારા 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી (unseasonal rainfall forecast gujarat) કરવામાં આવી છે, જેને ધ્યાને લઈને મોરબીના માર્કેટિંગ યાર્ડ (morbi marketing yard)માં 2 દિવસ માટે કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
કપાસ અને મગફળી સિવાયના પાકની આવક ચાલું રહેશે
હવામાન વિભાગ દ્વારા તારીખ 30-11થી તારીખ 02-12 સુધી ઝડપી પવન અને વધુ વરસાદની આગાહી (weather forecast gujarat) છે, જેથી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં તારીખ 1 અને 2 ડીસેમ્બર એમ 2 દિવસ કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય પાકોની આવક રાબેતા મુજબ ચાલું છે. એજન્ટ અને વેપારીઓને પોતાનો માલ પલળે નહીં તેની તકેદારી રાખવા માટે પણ યાર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.