ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં માલિકની મનમાની વધુ એક કિસ્સો, પગાર માંગતા કર્મચારી સાથે અમાનવીય વ્યવહાર કરી ઢોર માર માર્યો - મોરબી પોલીસ

મોરબીમાં એક કર્મચારીને ઢોર માર મારવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા યુવકે પગાર માંગતા સંચાલક વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત આઠ લોકોએ યુવકને માર મારી અમાનવીય વ્યવહાર કર્યો હતો. આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં માલિકની મનમાની વધુ એક કિસ્સો
મોરબીમાં માલિકની મનમાની વધુ એક કિસ્સો

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 9:52 PM IST

Updated : Nov 24, 2023, 2:43 PM IST

મોરબી :પૈસા અને પાવરના જોરે મોજ કરતા માલિક કક્ષાના લોકો ક્યારેક સામાન્ય લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોય છે. મોરબીના 21 વર્ષીય યુવક સાથે આવો જ એક બનાવ બન્યો છે. મોરબીમાં માર્કેટિંગનું કામકાજ કરતા યુવાનને સંચાલક પાસે પગાર માંગવા બદલ અપમાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેમાં મહિલા સંચાલક સહિત છ ઈસમોએ યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મોઢામાં ચપ્પલ લેવડાવી અમાનવીય વ્યવહાર સાથે ઢોર માર માર્યો હતો. આ મામલે યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શું હતો મામલો ?આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર મોરબીની ગાંધી સોસાયટીમાં રહેતા 21 વર્ષીય નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી સહિત અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે યુવક ગત 2 ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. મહીને 12 હજારના પગાર પર તે નોકરી કરી રહ્યો હતો.

પગાર માંગતા થઈ બબાલ : બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરના રોજ યુવકને કામ પર આવવાની ના પાડી હતી. જેથી યુવાન ત્યાંથી નીકળી ગયો હતો. ઓફિસમાં મહિનાની પાંચ તારીખે પગાર જમા થતો હતો. પરંતુ યુવાનનો પગાર જમા ન થતા તે પગાર લેવા ઓફિસ પર પહોંચ્યો હતો. પરંતુ ઓફિસમાંથી યુવકને બાદમાં આવવા જણાવ્યું હતું. આથી યુવક ફરીથી ઓફિસ પર ફોન કરીને ગયો હતો.

યુવક સાથે અમાનવીય વ્યવહાર :ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર તેના 2 સાથી સાથે તે ઓફિસ પહોંચ્યો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બે સાથી કોઈ રીતે ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ અજાણ્યા શખ્સોએ યુવકને પકડીને ઢોર માર માર્યો હતો. યુવકે જણાવ્યું હતું કે, બાદમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ ત્યાં આવી ફડાકો માર્યો હતો અને મને અગાસી પર લઇ ગયા હતા. જ્યાં અજાણ્યા વ્યક્તિએ બેલ્ટથી પીઠના ભાગે માર માર્યો હતો. તેમજ રાજ પટેલ, પરીક્ષિત સહિતના લોકો ઢીકા પાટું મારવા લાગ્યા હતા.

માફી મંગાવી બનાવ્યો વીડિયો : બાદમાં વિભૂતિ પટેલ યુવાન પાસે આવીને મારી પાસે રૂપિયા માંગેલ તું મને ઓળખે છે કહીને યુવકને પગે પડીને માફી માંગવા કહ્યું હતું. ઉપરાંત યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી રાજ પટેલ સાઈડમાં લઈ ગયો હતો. જ્યાં મોબાઈલમાં ધમકાવીને એક વીડિયો બનાવેલ જેમાં યુવાન પાસે બોલાવ્યું તેમજ મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરતો વીડિયો બનાવી લીધો હતો.

પોલીસ ફરિયાદ : યુવકે બાદમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે મહિલા સંચાલક સહિત 6 શખ્સો વિરુદ્ધ મારામારી-એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Morbi Crime News: પતિએ પત્નીની હત્યા કરી મોરબીમાં અને મૃતદેહ લઈ 450 કિમી દૂર છોટાઉદેપુર પોલીસ સમક્ષ સરેન્ડર થયો
  2. Morbi Crime News : વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું, આરોપી પ્રેમિકા સહિત 2 ઝબ્બે
Last Updated : Nov 24, 2023, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details