ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Crime News : વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું, આરોપી પ્રેમિકા સહિત 2 ઝબ્બે - lover kills the lover along with another lover

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું હોવાની ચકચારી ઘટના બની હતી. જેમાં અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આ મામલે વાંકાનેર પોલીસે આરોપી મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Morbi Crime News
Morbi Crime News

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 5:32 PM IST

વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું

મોરબી :વાંકાનેર તાલુકાના જાલી ગામમાં એક ફૂલ દો માલી જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક જ યુવતીને બે યુવાનો પ્રેમ કરતા હોય અને યુવતીને અન્ય પ્રેમી સાથેના સંબંધમાં યુવાન આડો આવતો હોવાથી અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પ્રેમિકા સહિત 2 આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમિકાએ પ્રેમીનું કાસળ કાઢ્યું : બનાવની મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના જાલી ગામના રહેવાસી ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા વાળાએ આરોપી ધનજી કાનાભાઈ માલકીયા અને અરૂણાબેન મનુભાઈ ગોરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના ભાઈ મૃતક પાંચાભાઈ રૂપાભાઈ રંગપરાને આરોપી અરૂણાબેન ગોરીયા સાથે અને આરોપી ધનજી માલકીયા સાથે પ્રેમ સંબંધ હતા. જેથી બંને આરોપીના પ્રેમ સંબંધમાં નડતરરુપ હોવાથી બંને ઈસમોએ ભેગા મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

આરોપી મહિલા ઝબ્બે :બંને આરોપીઓએ યુવાનને ભુપતભાઈની વાડીએ બોલાવી ગળે ટુંપો દઈ હત્યા કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપી ધનજી કાનાભાઈ માલકીયા અને અરૂણાબેન મનુભાઈ ગોરીયાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

  1. Morbi News : મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં જેલમાં રહેલા કેદીનું મૃત્યુ
  2. Morbi : વ્યાજખોરીના ભડકાને બાળવા પોલીસની જનસંપર્ક સભા, 18 નાગરિકોએ કરી રજૂઆત

ABOUT THE AUTHOR

...view details