મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવા માંગણી કરાઈ મોરબીઃ વાંકાનેર તાલુકાના ખેડૂતોને સત્વરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત 28 દિવસથી વરસાદ થયો નથી. તેમજ મુખ્ય ખરીફ પાક એવો કપાસ સુકાઈ જતા ખેડૂતો અત્યંત મુશ્કેલીમાં આવી ગયા છે.
પ્રેસ કોન્ફરન્સ યોજીઃ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ તેમની માંગણીને સરકાર સુધી પહોંચાડવા વાંકાનેર યાર્ડમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં વાંકાનેર માર્કેટ યાર્ડના ડાયરેક્ટર શકીલ પીરઝાદા, પ્રદેશ કૉંગ્રેસના આગેવાન હરદેવ સિંહ ઝાલા, યાર્ડ પ્રમુખ ગુલામભાઈ પરાસરા, હોદ્દેદારો ઉપરાંત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. વાંકાનેર તાલુકો વરસાદને અભાવે મુખ્ય મંત્રી સહાય યોજનાની શરત પૂર્ણ કરતો હોવાથી આ તાલુકાના ખેડૂતોને આ યોજનાથી સત્વરે લાભાન્વિત કરવાની માંગણી કરવામાં આવી છે.
ચોમાસામાં સતત 28 દિવસ સુધી વરસાદ પડ્યો નથી તેથી વાંકાનેર તાલુકો મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે. તેથી વાંકાનેરના ખેડૂતોને આ યોજનાની સહાય સત્વરે ચૂકવવામાં આવે. આ અંગે ખેતીવાડી અધિકારી પાસે રજૂઆત પણ કરવામાં આવી છે...શકીલ પીરઝાદા(વાંકાનેર યાર્ડ ડાયરેક્ટર, વાંકાનેર)
ખેતઓજાર લેવા માટે સરકાર દ્વારા સબસિડી આપી ઓજાર આપવામાં આવે છે. જેમાં ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોને એક જ દિવસનો સમય આપવામાં આવે છે. આ એક દિવસ દરમિયાન મોટા ભાગનો સમય સાઈટ બંધ આવતી હોય છે તો એક જ દિવસમાં ખેડૂતો કેવી રીતે અરજી કરી શક? અરજી કરવા માટે ખેડૂતોને 10 દિવસનો સમય આપવામાં આવે...હરદેવ સિંહ ઝાલા(પ્રદેશ કૉંગ્રેસ આગેવાન, વાંકાનેર)
- Kharif Crops Purchase : ખરીફ પાકના ખેડૂતો જોગ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત, જાણો સમગ્ર વિગત...
- Gandhinagar News : ગુજરાત સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય, 45 કરોડની નવી યોજના જાહેર કરી