મોરબી: એલસીબીએ બાતમીના આધારે હળવદ તાલુકાના કોયાબાથી ઢવાણા જવાના રસ્તા પરથી ભૂસું ભરેલી થેલીઓમાં દારૂનો જથ્થો સંતાડીને જતી ટ્રક ઝડપી પાડી હતી. જોકે ટ્રક ચાલક દિનેશકુમાર બાબુલાલ જે મુળ રાજસ્થાનનો રહેવાસી છે તે સ્થળ પર ટ્રક મુકી ભાગી ગયો હતો.
મોરબી: હળવદના કોયબા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો - મોરબી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો
હળવદના કોયબા નજીકથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી. એલસીબીએ 8700 દારૂની બોટલ સહિત કુલ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મોરબી: હળવદના કોયબા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો
જેમાં કુલ 8700 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. એલસીબીએ દારૂની બોટલ સહીત કુલ રૂપિયા 31 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.