ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની માગ સ્વીકારાઈ, 14 દિવસ બાદ Strike નો સુખદ અંત આવ્યો

મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટરો જિસકા માલ ઉસકા હમાલ મામલે હડતાળ ( Morbi transporters strike ) પર ઉતરી ગયા હતાં. જેની સીધી અસર મોરબીના સિરામીક, પેપરમિલ સહિતના ઉદ્યોગો પર પડી હતી અને મીટીંગો પણ યોજાઈ હતી. જેમાં આખરે રવિવારે યોજાયેલી મીટીંગમાં સમાધાન થયું છે અને જિસકા માલ ઉસકા હમાલની માગ સ્વીકારી લેવાતા હડતાળનો અંત આવ્યો છે

મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની માગ સ્વીકારાઈ, 14 દિવસ બાદ Strike નો સુખદ અંત આવ્યો
મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની માગ સ્વીકારાઈ, 14 દિવસ બાદ Strike નો સુખદ અંત આવ્યો

By

Published : Aug 9, 2021, 5:37 PM IST

  • મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળનો અંત
  • સિરામિક એસો. સાથે મીટીંગ બાદ હડતાળ પૂર્ણ કરાઈ
  • જિસકા માલ ઉસકા હમાલ ચૂકવવા સૌ સહમત થયાં

મોરબીઃ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સિરામિક એસોની મીટીંગ મળી હતી જેમાં સમાધાન થયું છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું છે કે જિસકા માલ ઉસકા હમાલ ટ્રક હડતાળનો ( Morbi transporters strike ) સુખદ અંત આવ્યો છે અને હવે ટ્રાન્સપોર્ટરોએ ટ્રક લોડ કરવાનું શરુ કરવું. જેમાં કોઈપણ ગાડી ભાડું જે વેપારી સાથે નક્કી કરવામાં આવે તેમાં પ્રતિ ટન રૂ 40 ચાપાણીના અલગથી વેપારી પાસેથી લેવાના રહેશે અને તે ગાડી ભાડાં નક્કી કરતી વેળાએ વેપારી સંમત થાય પછી જ ગાડી બુકિંગ કરવાની રહેશે. તે ઉપરાંત કંપનીમાં લોડીંગ કરતી વખતે ચાપાણી અને લોડીંગ ચાર્જના પ્રતિ ટન 40 રૂ જે તે ડ્રાઈવરોએ કારીગરોને આપવાના રહેશે.

જિસકા માલ ઉસકા હમાલની માગ સ્વીકારી લેવાતા હડતાળનો અંત આવ્યો
વેપારી હમાલ દેવામાં આનાકાની કરશે તો બ્લેક લીસ્ટ થશેકોઈપણ વેપારી નક્કી કર્યા બાદ જો ચાપાણીનો ચાર્જ પ્રતિ ટન રૂ 40 દેવામાં આનાકાની કરે તો વેપારીઓને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો બ્લેક લીસ્ટ કરશે. તે વેપારીનું જૂનું ચૂકવણું ન કરે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટર ગાડી ભરશે નહીં તેમ જણાવ્યું છે.14 દિવસની હડતાળનો ( Morbi transporters strike ) સુખદ અંત આવ્યો છે અને સોમવારથી જ લોડીંગ ચાલુ કરી દેવા સિરામિક એસોસિએશન પ્રમુખ મૂકેશ કુંડારિયાએ જણાવ્યું હતું આ પણ વાંચોઃ ટ્રક હડતાલને પગલે મોરબી પેપરમિલ ઉધોગમાં મુશ્કેલી

ABOUT THE AUTHOR

...view details