ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ટ્રેને યુવાનને અડફેટે લીધો, સારવાર દરમિયાન મોત - morbi latest news

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નટરાજ ફાટક પાસે યુવક ટ્રેનની ઠોકરે ચડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મોરબી
મોરબી

By

Published : Jan 29, 2020, 7:48 AM IST

મોરબીઃ સામાકાંઠા વિસ્તારમાં આવેલી નટરાજ ફાટક પાસે યુવક ટ્રેનના પાટા પર આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ, માળિયાના સરવડનો રહેવાસી વિપુલ મગનભાઈ શેરશીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન મોરબીમાં સિરામિક ફેકટરીમાં નોકરી કરતો હતો.

આ ધટના સમયે પહેલા તે પોતાના મિત્રની કારમાંથી ઉતરી અને પગપાળા નટરાજ ફાટક ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો,

આ બનાવ અંગે રેલવે પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, યુવાને માથ પર ટોપી પહેરી હોવાથી ટ્રેનનો અવાજ સંભળાયો ન હોય તેવું લાગી રહ્યું હતું અને લગભગ ચાર દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details