ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં - Resurfacing of the road

મોરબીથી લીલાપર રોડ 5 કિમીનો રોડ છે અને નવેમ્બર મહિનામાં ઉદઘાટન કરવામાંં આવ્યું હતું. તેમાં આશરે 2 કરોડના ખર્ચે રોડનું રીસર્ફેસનું કામ કરવાનું હતું. પરંતુ 7 માસ જેટલો સમય થયો છે પણ રોડ પર ખાડા એમને એમ જ જોવા મળી રહ્યાં છે અને રાહદારીઓ અને સ્થાનિકોને મહામુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં
મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં

By

Published : May 26, 2021, 7:49 PM IST

  • મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં
  • 2020થી ચાલતું રોડનું રીસર્ફેસિંગકામકાજ ઠેરનું ઠેર
  • 7 માસ જેટલો સમય થયો પણ કામ માત્ર કાગળો પર જ

મોરબી- Morbi થી લીલાપર રોડ 5 કિમીનો રોડ રાહદારીઓ અને સ્થાનિકોને મહામુસીબતનો રોડ બની રહ્યો છે. Morbi to Lilapar village road લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના નજીક મસમોટો ખાડો ગારવામાં આવ્યો છે જેને 4 માસ કરતા વધારે સમય થઇ ગયો હોવા છતાં પણ તે ખાડો પૂરવાનું કોઈ નામ લેતું નથી. ખાડાના કારણે રોડ પરથી બાઈક અને રિક્ષા નીકળી શકે તેટલો રસ્તો જ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે

7 માસ જેટલો સમય થયો છે પણ રોડ પર ખાડા એમને એમ જ જોવા મળી રહ્યાં છે
આ પણ વાંચોઃ મોરબી લીલાપર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર, ખાતમુહૂર્ત કરાયુંયોગ્ય કાર્યવાહી કરવાની બાંધકામ શાખાના ચેરમેનની ખાત્રી

આ રોડની કામગીરી કે ખાડો પૂરવાની કામગીરી નહીં કરવામાં આવે તો ત્યાં રહેતાં સ્થાનિકોને મુસીબત વેઠવી પડશે તે નક્કી છે. તો જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન જણાવે છે કે ખાડો છે તે હાલમાં ધ્યાને આવ્યો છે. જિલ્લા પંચાયતે આગામી 3 તારીખની બેઠકમાં જે તે અધિકારીઓને સૂચના આપીને વહેલીતકે રોડની કામગીરી થાય અને ખાડો પણ પૂરવામાં આવે તેવી સૂચના આપવામાં આવશે. હવે જોવાનું રહ્યું છે સ્થાનિકોને ખાડાવાળા રોડમાં જ ધકેલી રાખવામાં આવે છે કે ભાજપની Morbi District Panchayat જિલ્લા પંચાયતમાં નવી બોડી ખરેખર પ્રજાના પ્રશ્નોનું સમાધાન કરશે.

આ પણ વાંચોઃ Who is Responsible Campaign - કોરોના વેક્સિન માટે અન્ય દેશ પર આધાર કેમ રાખવો પડે છે? : પ્રિયંકા ગાંધી

ABOUT THE AUTHOR

...view details