મોરબી-ટંકારા પોલીસે જુગાર અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - morbi-tankara police arrested 9 gamblers
મોરબી: મોરબી પોલીસે જુગાર અને દારૂના બે બનાવોમાં કાર્યવાહી કરતા પંચાસર ગામથી જુગાર રમતા નવ પત્તાપ્રેમી મોરબીથી ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં ટંકારાના વીરવાવ ગામેથી વિદેશી દારૂનો 2,54,400 રૂપિયોનો જથ્થો ઝડપી લીધો હતો.
મોરબી તાલુકા પીએસઆઈ આર.એ. જાડેજાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના પંચાસર ગામની સીમમાં વોકળાવાળી મેલડી માતાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળતા ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા કુલ નવ શખ્સોને ઝડપી લઈને રોકડ રકમ રૂ 35,500 જપ્ત કર્યા હતા. આ સાથે જ ટંકારા પીએસઆઈ એલ. બી. બગડાની ટીમે પેટ્રોલિંગમાં વીરવાવ ગામે ખુલ્લા વાડામાં રહેલી ઇકો કારમાં તપાસ કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 136 બોટલો મળી આવી હતી. આથી પોલીસે 54,400નો ઈંગ્લીશ દારૂ અને કાર સહિત રૂ. 2,54,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.