અમદાવાદ: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં એડવોકેટ જનરલ સરકાર દ્વારા તેમજ જયસુખ પટેલના વકીલ દ્વારા વિવિધ પ્રકારની રજૂઆતો હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસને હવે હાલ પૂરતું પૂર્ણવિરામ આપવો જોઈએ કારણ કે આ કેસમાં જરૂરી હોય એવી તમામ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ જરૂરી તમામ પગલા આ કેસમાં લેવામાં આવ્યા છે તેથી જ શક્ય હોય તો હાલ પૂરતો આ કેસમાં પૂર્ણવિરામ મૂકવો જોઈએ.
સોગંદનામુ હાઇકોર્ટ સમક્ષ રજૂ:સરકાર તરફથી જે સોગંદનામુ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમાં સરકારે મોરબી નગરપાલિકાને જે સુપર સીડ કરાઈ તેની તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકી હતી. પૂર્વી નગરપાલિકા અસક્ષમ હોવાથી તેને સુપર સ્પીડ કરવામાં આવી છે. પટેલના વકીલ રિપોર્ટમાં પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, 'આ કેસમાં જે પણ દુર્ઘટનાનું ભોગ બન્યા છે તે તમામ મૃતકોના અને પીડિતોના પરિજનોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. બધી જ પ્રક્રિયા ન્યાયિક રીતે પૂર્ણ કરવામાં આવે છે ત્યારે હવે તેમ છતાં પણ આ કેસના આરોપી ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે અને તેઓ કેદમાં છે જ્યારે હવે આ કેસની તપાસ ચાલી રહી છે તો હવે આ જાહેર વિતની અરજીને ચાલુ રાખવી જોઈએ નહીં. જેથી આરોપીને પણ ન્યાયિક પ્રક્રિયા માંથી રાહત મળી શકે.'