મોરબી : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારો વતી હાઈકોર્ટમાં કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે આજે મોરબીની મુલાકાતે આવ્યા હતાં. જેમણે પીડિત પરિવારોની મુલાકાત લઈને કેસ અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી તો જયસુખ પટેલની હાઈકોર્ટમાં જામીન અરજી અંગે મીડિયાને પણ માહિતી આપી હતી .
ઝૂલતો પુલ દુર્ઘટનામાં પીડિત પરિવારોનો કેસ લડતા વકીલ મોરબીની મુલાકાતે આવ્યાં, કર્યું નિવેદન - જામીન
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં પીડિત પરિવારોનો કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે મોરબીની મુલાકાતે આવ્યાં હતાં. દુર્ઘટનામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેેમણે કેસ અપડેટ આપી હતી સાથે જયસુખ પટેલની હાઈકોર્ટમાં જામીન અરજી અંગે મીડિયાને પણ માહિતી આપી હતી.
Published : Dec 21, 2023, 9:09 PM IST
જામીન અરજી અંગે વિગતો આપી :ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતક પરિવાર વતી હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે આજે મોરબી આવ્યા હતાં. જ્યાં પીડિત પરિવારો સાથે મુલાકાત કરી મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી રીજેક્ટ કરી છે. જેમાં વકીલે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે કેસમાં 350થી વધુ સાક્ષીઓ બનાવ્યા છે. જે કેસમાં વિલંબ ઉભો કરવા જાણી જોઇને ઉભા કર્યા હોય તેવું લાગી રહ્યું છે તેમજ તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીએ કરી છે અને તપાસ બેઝલેસ છે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.
302ની કલમનો ઉમેરો કરવા માંગ કરી : મૃતક પરિવારો વતી હાઈકોર્ટમાં કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા પીડિત પરિવારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે સિટ રીપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પુલ પર કેટલા વ્યક્તિ જશે, કેટલાને ટિકીટ આપવી તેનો કોઈ અંકુશ મુક્યો નથી. PIL માં એવા કાગળો મળ્યા છે કે કંપનીના એમડી જયસુખ પટેલને જાણ હતી કે અકસ્માત થઇ શકે છે છતાં પુલ ખુલ્લો કોના કહેવાથી મુક્યો ? તેનો જવાબ મળ્યો નથી. તો ગુનાની ગંભીરતા જોતા હાઈકોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. ઉપરાંત સેશન્સ કોર્ટમાં ફર્ધર ઇન્વેસ્ટીગેશન માટે પીટીશન ફાઈલ કરી છે 302ની કલમનો ઉમેરો કરવા માટે માંગ કરી છે. આરોપીને સંપૂર્ણ જ્ઞાન હતું છતાં પુલ ખુલ્લો મુક્યો હોવાનું વકીલે અંતમાં જણાવ્યું હતું.