ગુજરાત

gujarat

ETV Bharat / state

Russia Ukraine War: મોરબીનો કુલદીપ દવે પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર પર ફસાયો

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ચાલી (Study of MBBS in Ukraine) રહ્યું છે, જેના પગલે મોરબીના વિદ્યાર્થી સહીત દેશના અનેક વિદ્યાર્થીઓ બોર્ડર ( Russia Ukraine War) પર ફસાયા છે, જેમાં મોરબીના વિદ્યાર્થીએ પોતાના પરિવાર સાથે કરેલી વાતચીતમાં તેઓ રોમાનિયા સરહદે ફસાયા હોવાની (Students stranded on Romania border) અને તાત્કાલિક સરકાર મદદ કરે તેવી અપીલ કરતા જોવા મળી રહ્યા છે.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/01-March-2022/14608589_morbi.mp4
http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/01-March-2022/14608589_morbi.mp4

By

Published : Mar 3, 2022, 10:36 PM IST

મોરબી: મોરબીના વિદ્યાર્થી કુલદીપ દવે યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરવા (Study of MBBS in Ukraine) ગયો હતો અને હાલ યુધ્ધને પગલે વિદ્યાર્થીઓ પરત ભારત આવવા (Students stranded on Romania border) માંગે છે, યુક્રેનમા ફસાયેલા નાગરિકોને પરત લાવવા સરકાર પણ તમામ પ્રયત્ન કરી રહી છે, જોકે યુદ્ધની સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું મુશ્કેલ હોય છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પણ યુધ્ધના માહોલમાં ( Russia Ukraine War) ધીરજ ગુમાવી રહ્યા છે, જેમાં મોરબીના કુલદીપ દવે સહિતના 2000 જેટલા વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર (Romania Border) પર ફસાઈ ગયા છે.

Russia Ukraine War: મોરબીનો કુલદીપ દવે પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર પર ફસાયો

આ પણ વાંચો:Russia Ukraine War: CM ગેહલોતે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું- ભારતીયોને તેમની પોતાની શરતો પર છોડવામાં ન આવે

2000 વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર પર ફસાઈ ગયો છે

કુલદીપ દવેએ પોતાના પરિવાર સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તે અન્ય 2000 વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર પર ફસાઈ ગયો છે, તેઓએ ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં તે સ્થળે બસ નહિ આવે તેવું જણાવવામાં આવ્યું હતું અને ત્યાં યુક્રેનના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું પણ તેઓ વાતચીતમાં જણાવી રહ્યા છે, માઈનસ 4 ડીગ્રી તાપમાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય (condition of Indian students is pitiable) બની છે, જેથી ભારત સરકાર તાત્કાલિક તેઓને વતન પરત લાવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:એમ્બેસીએ ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક ન કર્યો: નવીનના પિતાનો આરોપ

ભારત સરકાર તાત્કાલિક મદદ મોકલે તેવી માંગ

રોમાનિયા બોર્ડર પર 2 દિવસથી ખાવા-પીવાનું તથા કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતી હોવાની વાત કુલદીપના પિતા દીપક દવે એ જણાવી હતી અને રોમાનિયા પર ફસાયેલ ભારતીયોને સરકાર વહેલી તકે પરત લાવે તેવી માંગ કરવામાં આવી છે, તેમજ કુલદીપ દવેની બહેન જણાવે છે કે, તેના માતા પણ પુત્રની ચિંતામાં રડ્યા કરે છે અને ભગવાનને પ્રાથના કરે છે.

ABOUT THE AUTHOR

...view details