ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટીમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

મોરબીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બીએસસી સેમ-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પ્રેરણા સુરેશભાઈ અકારણ નામની વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવી ઝળહળતી સફળતા મેળવી છે.

મોરબીની વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

By

Published : May 17, 2019, 2:26 PM IST

યુનિવર્સિટીમાં ટોપ કરનાર વિદ્યાર્થીની પ્રેરણા જણાવે છે કે તેની પ્રેરણા તેના ભાઈ જે ડોક્ટર છે, જેથી પરીક્ષાની તૈયારીમાં હાર્ડવર્ક નહીં, પરંતુ સ્માર્ટ વર્કને મહત્વ આપીને યોગ્ય તૈયારી કરી હતી. જેથી આ સફળતા મેળવી શકી છે. જ્યારે વિદ્યાર્થીની સિદ્ધિ વિશે કોલેજના ટ્રસ્ટી જણાવે છે કે, વિદ્યાર્થીઓની અંદર શક્તિ રહેલી હોય છે જેને યોગ્ય અવકાશ આપવાનું હોય છે.જે કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં ટોપ કરનાર વિદ્યાર્થીનીઓ ધોરણ 12 સાયન્સમાં પણ 90 ટકા માર્ક્સ સાથે પાસ થઈ હતી અને સતત પોતાના રેન્ક જાળવી રાખી અને આજે આ સફળતાના શિખર સર કર્યા છે.

મોરબીની વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details