- દર વખત કરતા આ વખતે ધરખમ આવક થઈ
- દિવાળી દરમિયાન 35 લાખથી વધુની આવક થઇ
- એડવાન્સ બુકિંગની યોજના પણ ફળીભૂત
મોરબી: એસટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. દિવાળી (Diwali)ના સમગ્ર તહેવારોમાં મોરબી એસટી ડેપો (Morbi ST Depot)એ 8 દિવસમાં જ રૂપિયા 35.25 લાખ રૂપિયાની આવક કરીને સરકારી તિજોરી છલકાવી છે. આ ઉપરાંત એડવાન્સ બુકિંગની યોજના પણ ફળીભૂત થઈ હતી.
એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી હતી
મોરબીમાં દિવાળી નિમિત્તે મોટાભાગના લોકો બહારગામ, પોતાના સગા-સ્નેહીઓના ઘરે કે ધાર્મિક સ્થળ અથવા પર્યટન સ્થળે જતા હોય છે. દિવાળીના તહેવારને કારણે દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફના ખેતમજૂરો મોરબીથી ખાસ દિવાળી નિમિત્તે વતન જતા હોય છે. આ ટ્રાફિકના ઘસરાને પહોંચી વળવા મોરબી એસટી ડેપોએ દાહોદ, ગોધરા અને પંચમહાલ, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર સહિતના રૂટ ઉપર એક્સ્ટ્રા બસો દોડાવી હતી.
એડવાન્સ બુકિંગના કારણે વધુ ફાયદો