- લાંચ કેસમાં મોરબી સ્પેશિયલ કોર્ટે હેડ કોન્સ્ટેબલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
- હેડ કોન્સ્ટેબલ 50,000ની લાંચ લેવાના ગુનામાં થયો હતો ફરાર
- રાજકોટમાંથી ACBની ટીમે આરોપીની ધરપકડ કરી
- આરોપીને મોરબી સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો
મોરબી: વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ 50,000 લાંચ લેવાના ગુનામાં ફરાર થઈ ગયો હતો. જેની રાજકોટ ACBની ટીમે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે 9 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબી ACB ટીમે ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી અને પ્રોહિબિશનના કેસમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વતી રૂપિયા 50,000ની લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાની ધરપકડ કરી હતી.
કોન્સ્ટેબલ કિરીટસિંહની ધરપકડ