મોરબી જિલ્લાના પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સુચનાથી SOG ટીમના PI એસ. એન. સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ સુરેન્દ્રનગરમાં છે.
મોરબી SOGની ટીમે અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીની કરી ધરપકડ - police
મોરબીઃ જિલ્લામાંથી સગીર વયના બાળકો ગુમ અને અપહરણ થયેલાઓને શોધી કાઢવા પોલીસ અધિક્ષકની સુચનાને પગલે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીને આધારે વાંકાનેરમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે.
![મોરબી SOGની ટીમે અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીની કરી ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3285373-thumbnail-3x2-mrb.jpg)
એસઓજીની ટીમે અપહરણના ગુનાના આરોપીની ધરપકડ
જેને પગલે SOG ટીમે સુરેન્દ્રનગરના પાટડીમાં પહોંચી તપાસ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અપહરણનો આરોપી દેવકરણ દેવજીભાઈ કડીવાર (ઉ.વ.૨૨) ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી છે. આ ઝડપાયેલા આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.