મોરબી SOG અને વાંકાનેર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની કરી ધરપકડ - SOG Team Morbi
મોરબીઃ પ્રથમ બનાવામાં મોરબી SOG ટીમે મોરબીના ધૂળકોટ ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તો બીજા બનાવામાં વાંકાનેર તાલુકાના ઢુવા નજીકથી તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી SOG અને વાંકાનેર પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બેની ધરપકડ
પ્રથમ બનાવમાં મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા SOG, PI જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ SOG ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીને આધારે ધૂળકોટ ગામના બાદનપર જવાના રસ્તે ખરીવાડીના શેઢા પાસે આરોપી દિનેશ માંગીલાલ ટોકરીયા ભીલને ઝડપી લઈને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામીગરી બંદુક રૂપિયા 2000 સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.