- ચૂંટણીમાં લગાવેલી શરતની ખંડણી નિવૃત પોલીસ કર્મચારીએ માગતા ફરિયાદ નોંધાઈ
- જુગારનો અખાડો ચલાવતો હોવાનો ખુલાસો
- રાજકીય અગ્રણીના ભાઈ પાસેથી ખંડણી વસુલી
મોરબીઃ મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં મત મળવા અંગે આરોપી પરબત ભવાન હુંબલ સાથે શરત મુજબ આપવાના થતા પૈસા બાબતે વિવાદ કરીને એક લાખને બદલે રૂપિયા 10 લાખની માગણી કરી હતી. નિવૃત પોલીસ કર્મચારીએ રકમ પડાવવા અવારનવાર માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ પણ વાંચોઃવડોદરા નાઇટ કરફ્યૂમાં પોલીસ હાજર હોવા છતાં ચાલુ ગાડીએ લૂંટેરાઓ ચેઇન તોડી ફરાર
પોલીસ મથકમાં ફરિયાદ કરતા માળિયા PSI એન.એચ.ચુડાસમાની ટીમે તપાસ હાથ ધરી છે
ફરિયાદીના ભાઈના પત્નિ જે જિલ્લા પંચાયત મોટા દહીંસરા સીટના સભ્ય હોવાથી તે તમામને ગુનામાં સંડોવી દેવા અને પોલીસમાં તેમજ ઉચ્ચ કક્ષાએ આત્મ વિલોપન કરવાની ખોટી અરજીઓ કરી હતી. આથી મહેન્દ્રભાઈ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પાસેથી રૂપિયા 7 લાખ નક્કી કર્યા હતા, પૈકી રૂપિયા 1 લાખ પડાવ્યા હતા. જેથી માળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરતા માળિયા PSI એન.એચ.ચુડાસમાની ટીમે તપાસ હાથ ધરી છે.
નિવૃત પોલીસ કર્મચારીને પોલીસે રોકી તલાસી લેતા બંદૂક અને કારતૂસ મળી આવ્યા
જેમાં જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સુચના અને DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતા. તે દરમિયાન આરોપી પરબત ભવાન હુંબલ પોતાની સાથે પોતાની ક્રેટા કારમાં દેશી બનાવટની પિસ્તોલ પણ રાખતો હતો. જેથી નાના દહીંસરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.