- ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ( Duplicate Remdesivir Injection Case )માં ઝડપાયેલ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર
- ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાડ ( Duplicate Remdesivir Injection Case )માં આંતર રાજ્ય તપાસનો ધમધમાટ
- અત્યાર સુધીમાં 29 આરોપીઓને મોરબી પોલીસે ઝડપી લીઘા
મોરબી : રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડ ( Duplicate Remdesivir Injection Case ) મોરબી જિલ્લા LCBની ટીમ દ્વારા પકડાયું હતું. જેની તપાસ દરમિયાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી. બીજા રાજ્યમાંથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા. રાજ્યના અનેક શહેરો તેમજ મધ્ય પ્રદેશ સુધી તપાસ લંબાવીને ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ( Duplicate Remdesivir Injection Case )માં અનેક આરોપીને ઝડપીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
ઝડપાયેલા ત્રણ આરોપીઓના 9 સુધીના રિમાન્ડ મંજૂર