- 5 વર્ષ પૂર્વેના દુષ્કર્મ કેસમાં મોરબી સ્પેશ્યલ કોર્ટનો ચુકાદો
- નામદાર કોર્ટેઆરોપીને આજીવન કેદની સજા ફટકારી
- ફરિયાદીને પોક્સોમાં મળતી સહાય ના ચૂકવાઈ
Morbi rape case: મોરબી કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારી - Morbi rape case
મોરબી જિલ્લામાં પાંચ વર્ષ પૂર્વે સગીરા સાથે દુષ્કર્મ (Misdemeanor with Sagira five years ago)આચર્યું હતું અને બાદમાં સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું જે બનાવમાં આરોપીને ઝડપી લેવાયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા આજે મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે (Morbi Special Pox Court)આરોપીને કુદરતી જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી મહત્વપૂર્ણ(Morbi rape case) ચુકાદો આપ્યો છે.
મોરબીઃજિલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામમાં(Ishwarnagar village of Halwad taluka ) એક સગીરા સાથે કુટુંબના મોભી દ્વારા અનેક વખત સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ( Sagira rape case )આચરવામાં આવ્યું હતું અને શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો સગા સંબંધીને મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ફરી એક વખત દુષ્કર્મ આચર્યું(Morbi rape case) હતું જેથી સગીરા ઝેરી દવા પી લેતા હળવદ બાદ મોરબી અને રાજકોટસારવાર માટે ખસેડાઈહતી. જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું જેથી 09-09-2016 ના રોજ બનાવ મામલે ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીને આજીવન કેદની સજા
આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને દુષ્કર્મ તેમજ મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતા મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં(Morbi Special Pox Court) કેસ ચાલી જતા સરકારી વકીલ દલીલો રજૂ કરી 18 મૌખિક પુરાવા અને 29 દસ્તાવેજી પુરાવાને પગલે સ્પેશ્યલ જજ એમ કે ઉપાધ્યાય દ્વારા આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો અને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
ફરિયાદીને પોક્સોમાં મળતી સહાય ના ચૂકવાઈ
દુષ્કર્મના કેસમાં પોક્સો એક્ટ હેઠળ ભોગ બનનારને સહાય મળવાની પણ જોગવાઈ છે જોકે આ કેસમાં ભોગ બનનારના માતા ફરિયાદી બન્યા હોય જેને સહયોગ આપ્યો ના હોય જેથી નામદાર કોર્ટે સજા આપી નથી પરંતુ હાલ મળવાપાત્ર સહાય ચુકવવા માટે આદેશ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃOmicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા
આ પણ વાંચોઃTerrorists Attack in Srinagar: કાશ્મીરમાં સુરક્ષા દળની બસ પર આતંકી હુમલામાં 2 પોલીસ જવાન શહીદ