ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રદૂષણ ફેલાવતી 150થી વધુ ફેક્ટરીઓને GPCB દ્વારા નોટિસો ફટકારાઈ - ફેકટરીઓ

મોરબીઃ જિલ્લામાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને GPCB દ્વારા છેલ્લા ત્રણ માસમાં પ્રદુષણ ફેલાવતી 150 જેટલી ફેક્ટરીઓને નોટિસો ફ્ટકારવામાં આવી છે. જેમા 24 ફેક્ટરી પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરતી હોવાથી ક્લોઝર નોટીસ, 7થી વધુ ફેક્ટરીઓને કારણદર્શક નોટિસ અને અને 54થી વધુ ફેક્ટરીને પ્રદૂષણ બદલ નોટિસ આપવામાં આવી છે.

morbi-pollution-board-notice-150-plus-company

By

Published : Jul 28, 2019, 9:52 PM IST

મોરબીમાં ઉદ્યોગોને પગલે પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જેના લીધે પર્યાવરણને હવા અને પાણીનું પ્રદૂષણ વધ્યુ છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને GPCB દ્વારા ઉદ્યોગો પ્રદૂષણ ન ફેલાવે તે માટે કડક અમલવારી કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપ્યા બાદ તમામ કોલગેસ બંધ કરાવવામાં આવ્યા છે, તે ઉપરાંત GPCB દ્વારા મે માસથી અત્યાર સુધીમાં 150 જેટલા ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ બદલ નોટિસો ફટકારવામાં આવી છે.

મોરબીમાં પ્રદુષણ ફેલાવતી ૧૫૦ થી વધુ ફેકટરીઓને GPCB દ્રારા નોટીસો ફટકારાઈ

જેમાં 24 ફેકટરીઓ પેટકોકના વપરાશ બદલ ક્લોઝર નોટિસો આપવામાં આવી છે. પેટકોક ઉપયોગ પર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં 24 જટલા એકમો પેટકોકનો ઉપયોગ કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત 72થી વધુ ઔદ્યોગિક એકમોને હવા, પાણીનું પ્રદુષણ ફેલાવવા માટે કારણ દર્શક નોટિસ ફટકારી છે, તેમજ અન્ય 54 ફેક્ટરીઓને નોટિસ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details