ગુજરાત

gujarat

ETV Bharat / state

Ayurvedic Herbal Tonic : મોરબીના મકનસર ગામે દુકાન અને મકાનમાંથી જથ્થો ઝડપાયો - મોરબી ના સમાચાર

મોરબીના નવા મકનસર ગામેથી Morabi LCB Teamએ દુકાન અને ઘરમાં રાખેલા Ayurvedic Herbal Tonicની બોટલો નંગ 9,220નો મુદ્દામાલ રાખીને ગેરકાયદેસર વેચાણ કરનાર શખ્સનેે morbi policeએ ઝડપી લીધો છે. morbi policeએ Food and Drug Administrationને તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

મોરબી પોલીસ
મોરબી પોલીસ

By

Published : Jun 11, 2021, 5:37 PM IST

  • મોરબી LCBએ બાતમીને આધારે દરોડો કર્યો
  • Ayurvedic Herbal Tonicનો જથ્થા ઝડપાયો
  • બોટલો Food and Drug Administrationને મોકલી આપશે

મોરબી :જિલ્લા SP એસ.આર. ઓડેદરાની સૂચનાથી LCB PI વી બી જાડેજાની ટીમે નવા મકનસર ગામે બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખ આડેસરા કોળી નામનો શખ્સ પોતાની દુકાન અને રહેણાંક મકાને Ayurvedic Herbal Tonic જથ્થો રાખીને ગેરકાયદેસર રીતે બિલ આધાર વગર વેચાણ કરતો હતો.

આ પણ વાંચો : દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં, 33 જિલ્લામાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં થશે ચેકિંગ

Morabi LCB Teamએ રેડ કરીને દુકાન અને મકાનમાંથી Ayurvedic Herbal Tonicની નાની મોટી બોટલો મળી કુલ નંગ 9220 કિંમત રૂપિયા 7,83,800 આજને 1 મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળીને કુલ રૂપિયા 7,88,000નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બોટલ માનવજીવન માટે હાનિકારક છે. શું તે બાબતે પોલીસે આ તમામ બોટલો Food and Drug Administrationને મોકલી અપાવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મોરબીના મકનસર ગામે દુકાન અને મકાનમાંથી Ayurvedic Herbal Tonicનો જથ્થો ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details