મોરબી :રાજ્યમાં બુલેટના સાઇલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો (Police against Newsons spreading bullets) ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ એક્શનમાં આવી હતી. મોરબીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. તેને લઈને વાહનચાલકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. મોરબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેટલાક બુલેટ ડીટેઈન પણ કરાયા હતા.
મોરબીમાં રોલામારૂ વિરૂદ્ધ પોલીસની લાલ આંખ આ પણ વાંચો :અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં
પોલીસ હરકત - મોરબી જીલ્લામાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી થતી હોય તેવું લાગી રહ્યું છે. ગૃહપ્રધાન મોરબીમાં દોડીને આવ્યા બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા સ્થિતિ યોગ્ય બનાવવા સતત ફૂટ પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મોરબીમાં એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા તેમજ ટ્રાફિક શાખા અને LCB અને SOG ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી બાઈક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :કન્ટેનરની ઉઠાંતરી કરતી ટોળકી ઝડપાય, આ રીતે કન્ટેનર બારોબાર વેચી મારતી
25 વાહનો ડીટેઈન -મોરબી પોલીસે (Morbi Police) શહેરમાંથી બેફામ નીકળતા રોલામારૂ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મોરબી પોલીસ બુલેટના સાઇલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ 25 જેટલા વાહનો ડિટેઇન કર્યા છે. પોલીસે સાયલેન્સરમાંથી ભયાનક અવાજ (Morbi Police Action Against Motorists) કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ વાહનચાલકો સામે એમવી એક્ટ 207 મુજબ કુલ 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.