મોરબી : કોરોના મહામારીને પગલે લોકડાઉન છે. લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ સખ્તી પણ દાખવતી હોય છે. જે સામાન્ય લોકોને સ્વાભાવિક રીતે પસંદ આવતી નથી. જો કે, સતત દોડધામ કરનાર પોલીસની અંદરનો માણસ અને માનવતા હજુ મરી પરવારી નથી. તેનો તાજો કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં તાલુકા પોલીસ માનસિક અસ્થિર યુવાનને ભોજન કરાવી માનવતા મહેકાવી હતી.
મોરબી પોલીસનો માનવીય અભિગમ, માનસિક અસ્થિર યુવાનની સેવાચાકરી કરી - morbi police kind service
કોરોના મહામારીને પગલે લોકડાઉન છે. લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ સખ્તી પણ દાખવતી હોય છે. જે સામાન્ય લોકોને સ્વાભાવિક રીતે પસંદ આવતી નથી. જો કે, સતત દોડધામ કરનારી પોલીસની અંદરનો માણસ અને માનવતા હજીસુધી મરી પરવારી નથી. તેનો તાજો કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં તાલુકા પોલીસ માનસિક અસ્થિર વ્યક્તિને ભોજન કરાવી માનવતા મહેકાવી હતી.
મોરબી જિલ્લામાં લોકડાઉન દરમિયાન તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ ટીમ બહાદુરગઢ પાસે પહોંચી હતી. જ્યાં હર્ષદ નામનો માનસિક અસ્થિર યુવાન નાળા નીચે ભૂખ્યો સુતો હતો. આ ખબર પડતાં તાલુકા પોલીસ ટીમના એએસઆઈ આર.બી.વ્યાસ અને હરપાલસિંહ ઝાલાની ટીમ તુરંત તેના માટે રોકાઈ હતી.
યુવાન માનસિક અસ્થિર હોવાથી બહાર આવતો ન હતો. મહા મહેનતે લલચાવી, ફોસલાવી તેને બહાર કાઢ્યો હતો. આ અસ્થિર યુવાનને ભોજન કરાવી પોલીસે માનવતાના દર્શન કરાવ્યા હતા. મોરબી પોલીસના માનવીય અભિગમની ચોમેર પ્રસંશા કરવામાં આવી રહી છે.