ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી હત્યા કેસ અને ફાયરીંગ કેસના મુખ્ય આરોપીના ઘરની પોલીસે તપાસ કરી - morbi police investigation

મોરબી : શહેરમાં મુસ્તાક હત્યા કેસ અને તેના ભાઈ આરીફ મીર પર ફાયરીંગ પ્રકરણના મુખ્ય આરોપી હિતુભા ઝાલા ધ્રાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલથી ફરાર થયા હતા. અને બાદમાં પોલીસે ચાર પોલીસ જવાનો અને હિતુભા જે કારમાં ફરાર થયા હતા. તેના ડ્રાઈવરને શોધી કાઢીને ધ્રાંગધ્રા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

etv bharat morbi

By

Published : Oct 16, 2019, 8:44 PM IST

પોલીસે ઝડપેલી કાર માંથી હિતુભા મળી ન આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ ધરી છે. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે શનાળા ખાતે આવેલા હિતુભા ઝાલાના ઘરે ઝડતી લીધી હતી. અને ઘરમાંથી 18 જીવતા કાર્તુસ મળી આવતા પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી હત્યા કેસ અને ફાયરીંગ કેસના મુખ્ય આરોપીના ઘરની પોલીસે ઝડતી લીધી

ABOUT THE AUTHOR

...view details