મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વ હેઠળ પોલીસ વિભાગની ટીમ દ્વારા કોઠારિયા ગામમાં રેડી પાડીને વિજય ચકુભાઈ કોબીયાની 7500ની કિંમતની 25 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હળવદના ખેતરમાંથી 7500નો દારુનો જથ્થો ઝડપાયો - morbi News
મોરબી: રાજ્યભરમાં દારૂબંધીનો કાયદાને અમલી બનાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત દરોડાની કાર્યવાહી કરીને રોકવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. મોરબી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા અવાર નવાર રેડ પાડીને દારૂની હેરાફેરી અટકાવામાં કરવામાં આવતી હોય છે. જિલ્લામાં આવેલા હળવદ ગામની નજીક આવેલા એક ખેતરમાંથી દાટીને રાખવામાં આવેલા દારૂનો જથ્થાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. આ દરોડા કાર્યવાહીના ભાગરૂપે મોરબીના વાંકાનેર પંથકમાંથી પણ દારૂના જથ્થા સાથે એક આરોપીની પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મોરબી
હળવદ PSI P.G પનારાની ટીમને મળેલી બાતમીના આધારે બુટવડા ગામની સીમમાં આરોપી વિપુલ ઠાકોરના ખેતરમાં છોડ નીચે દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસ વિભાગ દ્વારા રેડી પાડીને ખેતરમાંથી 8000ની કિંમતની 80 નંગ દારૂની બોટલનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, રેડ દરમિયાન આરોપીના મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.