મોરબી: શહેરમાંથી પાંચ વર્ષ પૂર્વે પરિણીતા ગુમ થઇ હતી. જે બનાવ મામલે પોલીસે નોંધ કરીને તપાસ ચલાવી હતી અને પાંચ વર્ષથી ગુમ પરિણીતાને ચોટીલા ખાતેથી શોધી કાઢવામાં સફળતા મેળવી છે. જ્યારે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ થયું હતું તેની તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર અને ભોગ બનનારને મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે શોધી કાઢ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ગુમ થયેલી પરિણીતા અને અપહરણ થયેલો કિશોર મળી આવ્યો - મોરબી ક્રાઇમ ન્યૂઝ
મોરબી શહેરમાંથી પાંચ વર્ષ પૂર્વે પરિણીતા ગુમ થઇ હતી. જે બનાવ મામલે પોલીસે નોંધ કરીને તપાસ ચલાવી હતી. પાંચ વર્ષથી ગુમ પરિણીતાને ચોટીલા ખાતેથી શોધી કાઢવામાં સફળતા મળી છે. જ્યારે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ થયું હતું, જેની તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર અને ભોગ બનનારને મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે શોધી કાઢ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા SPની સુચનાથી DYSPના માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી ગુમ થનાર બાળકો, મહિલા અને સગીર તેમજ અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા ખાસ ટીમ બનાવી હતી. જે ટીમ તપાસમાં હતી તે દરમિયાન મોરબી શહેરમાંથી વર્ષ 2015માં ગુમ થયેલા શિલ્પાબેન કાળુભાઈ રાણેવાડીયા વિશે બાતમી મળતા DYSPની ટીમે ચોટીલા ખાતે તપાસ ચલાવી હતી અને શિલ્પાબેનને શોધી કાઢ્યા હતા. જ્યારે બીજા બનાવામાં મોરબી CPI આઈ. એમ. કોઢિયાની ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના કેસમાં ભોગ બનનાર વ્યક્તિ ચોટીલામાં હોવાનું જાણવા મળતા ટીમ ચોટીલા ખાતે રવાના થઇ હતી. જ્યાંથી ભોગ બનનાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર મળી આવ્યા હતા જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.