ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ, પોલીસે હત્યા મામલે નોંધ્યો ગુનો - મોરબી તાલુકા પોલીસ

મોરબી: રફાળેશ્વર નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો હતો. PM રીપોર્ટમાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબી:રાફળેશ્વરમાં મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ, પોલીસે હત્યા મામલે નોંધાયો ગુનો

By

Published : Jul 26, 2019, 9:24 PM IST

વધુમાં જણાવીએ તો, રફાળેશ્વર ગામના રહેવાસી પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યો પુરુષ ઉંમર અંદાજે ૩૦થી ૪૦ ને રફાળેશ્વર નજીક અજાણ્યા ઇસમોએ બોથડ પદાર્થ વડે માર મારી મોત નીપજાવ્યું છે.

મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. જો કે મૃતક યુવાનની ઓળખ થઇ નથી. ઓળખ મેળવવા તેમજ હત્યારાઓને ઝડપી લેવા તાલુકા PSI એમ. વી. પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details