- ટ્રક લોડીંગ બાબતે થયેલી માથાકૂટની અદાવતે રાખી હત્યા કરાઇ હતી
- આધેડને છરીના ઘા ઝીંકીને આરોપીઓ અલગ-અલગ ગામમાં નાસતાં ફરતા હતા
- પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નવલખી પોર્ટ પર આધેડની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ - crime news
માળિયા સ્થિત નવલખી પોર્ટ ખાતે ગાડી લોડીંગ કરવા બાબતે માથાકૂટ થતા તેની અદાવત રાખીને ત્રણ શખ્સોએ ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આધેડને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ત્રણ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ કરતા ત્રણેય આરોપીઓને પોલીસે અલગ-અલગ ગામોમાંથી ઝડપી પાડ્યા છે.
નવલખી પોર્ટ પર આધેડની છરી ઝીંકીને કરાયેલી હત્યાના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ
મોરબી: શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાઈ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા નવલખી પોર્ટ ખાતે વાસુકી કોલમાં લોડીંગનું કામ સંભાળતા હતા. એ દરમિયાન તેમની કોઈકની સાથે માથાકૂટ થતા તેમની હત્યા કરી દેવાઈ હતી અને પોર્ટ પરથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.