ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી નજીકના ગામમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો - Rape case

મોરબીઃ જિલ્લાના નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચરીને સગીરાને ગર્ભવતી બનાવી હતી, જે મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને દુષ્કર્મના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પોલીસ સ્ટેશન

By

Published : Jun 4, 2019, 12:34 PM IST

મળતી માહિતી મુજબ મોરબીથી પાંચ કિમીના અંતરે આવેલ ગામની સીમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું કે આરપી રમેશ પુનાજી ડામોર નામના શખ્શે એકલતાનો લાભ લઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી છે.

મળતી માહિતી મુજબ સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો છે, તાલુકા પોલીસે પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને દબોચી લેવા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ ચલાવી હતી અને દુષ્કર્મના આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details