- ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
- અન્ય એક આરોપી ફરાર
- બે શખ્સોએ યુવાનના ખિસ્સામાંથી રૂપિયા 15 હજારની ચોરી કરી
મોરબી: જિલ્લામાં રીક્ષાચાલક અને અન્ય બે શખ્સોએ યુવાનના ખિસ્સામાંથી રૂપિયા 15 હજાર તેની ધ્યાન બહાર સેરવી લઈને ચોરી કરી નાસી ગયા હતા. જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવતા બે શખ્સોને ઝડપી લઈને રોકડ અને ચોરીમાં વપરાયેલી રીક્ષા રીકવર કરી હતી.
રિક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરનારી ત્રિપુટી ઝડપાઈ
મોરબી સીટી બી ડિવિઝનની હદમાં હાઈવે પર રીક્ષાચાલક અને અન્ય બે શખ્સોએ યુવાનના 15 હજાર રૂપિયા રોકડની ચોરી કરી નાસી ગયા હતા. જે બનાવ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ ચલાવી હતી અને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીક્ષા સાથે કુબેર ટોકીઝ રોડ સર્વિસ રોડ પરથી આરોપી નીલેશ ઉર્ફે કાલી ભૂપત ગેડાણી અને અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયાને ઝડપી લીધા હતા, તો આ સાથે રીક્ષા તેમજ ચોરી થયેલા રૂપિયા 15 હજાર રીકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી.
પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા, અન્ય એકની શોધખોળ શરૂ
પોલીસે અન્ય આરોપી ગટી રાણાભાઇ ભરવાડને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપી અરવિંદ કાંજીયા સામે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો છે અને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.