મોરબી: વાંકાનેર નજીક પેટ્રોલિયમ કંપનીની પાઈપલાઈનમાં ભંગાણ કરી ઈસમો ટ્રક દ્વારા ઓઈલ ચોરી કરતા હતાં. બાતમીના આધારે એસઓજી ટીમે ઓઇલ ચોરી કરનાર ત્રણ ઇસમોની લાખોના મુદામાલ સાથે ધરપકડ કરી છે. તેમજ અન્ય ચાર લોકોના નામ ખુલતા તેમને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
વાંકાનેરમાં પાઈપલાઈનમાં ભંગાણ ઓઈલની ચોરી કરી, 3 ઈસમની ધરપકડ - મોરબીના વાંકાનેરમાં ઓઇલ ચોરી
મોરબીના વાંકાનેરમાં પેટ્રોલિયમ કંપનીની પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરતા ત્રણ ઈસમોની એસઓજીએ ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના રૂપાવટી ગામની પડતર જમીનમાં આરોપી સંદીપ ગુપ્તા રહે દિલ્હીના કહેવા મુજબ પૂર્વ નિયોજિત કાવતરું રચીને આરોપી નિશાંત કિરણ કરણીકા, મયુર ચંદ્રકાંતભાઈ જાદવા, અક્ષય દેસાઈ અને ગૌતમ સોલંકી અગાઉથી પાઈપલાઈનમાં ભંગાણ કરવા રૈકી કરી હતી. તેમજ આઈઓસીએલ કંપની મેઈન પાઈપલાઈન સલાયા વિરમગામ સેક્શનમાં અત્યંત જવલંતશીલ પ્રવાહી ક્રુડ ઓઈલ પસાર થતું હોવાની જાણકારી હોવા છતાં પાઈપમાં ભાંગફોડ કરી નુકશાન કરી તેમાં કોઇ સાધન વડે વાલ્વ ફીટ કરી પાઈપનું જોડાણ કરીને ચોરી કરતા હતાં.
યુપીના આરોપી મહમદ વસીમ ઉર્ફે સલમાન અહેમદ હુસૈનની ટ્ર્કમાં આ ચોરીનું ઓઇલ ભરી નીકળતા હતા. તે દરમિયાન એસોજીની ટીમે ઓથોરીટી અધિકારીની પરવાનગી વગર ખુલ્લી જગ્યામાં ક્રુડ ઓઈલનો જથ્થો 26 કિલો આશરે કિંમત રૂપિયા 5,26,600નો લઇને જતા આરોપી મહમદ વસીમ ઉર્ફે સલમાન અહેમદ હુસૈન કુરેશી અને આરોપી નિશાંત કરનીક અને મયુર જાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કરી આંગળની કાર્યવાહી હાથ ધરી છે.