ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રેમ સંબંધમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનારો આરોપી ઝડપાયો - gujarat news

મોરબીના રામઘાટ નજીક રવિવારે મોડી રાત્રે પ્રેમ સંબંધમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા થયાને બનાવ સામે આવ્યે હતો. આ બનાવ અંગે ગુનો નોંધી પોલીસ તપાસ ચલાવી રહી હતી. જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત કુરેશી
આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત કુરેશી

By

Published : Feb 11, 2021, 12:33 PM IST

Updated : Feb 11, 2021, 4:25 PM IST

  • મોરબીના રામઘાટ નજીક યુવાનની હત્યા
  • આરોપી પોલીસ સમક્ષ હાજર થયો
  • એ ડિવિઝન પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરી
  • આરોપી રીયાઝના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાશે

મોરબીઃ શહેરના રામઘાટ નજીક રવિવારે મોડી રાત્રે પ્રેમ સંબંધમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા થયાને બનાવ સામે આવ્યે હતો. આ બનાવ અંગે ગુનો નોંધી પોલીસ તપાસ ચલાવી રહી હતી. જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં પ્રેમ સંબંધમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

આરોપીએ પોલીસને કબૂલાત આપી

આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી કુરેશીએ પ્રેમ સંબંધમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપી છે. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અબ્બાસશા મહમદશા રફાઈ ફકીરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના ઘર પાસે હતા ત્યારે બાજુમાં રહેતા રમજાન હાજીભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, તેના દીકરા રફીકને લાગી ગયું છે અને હોસ્પિટલ પહોંચતા રફીકનું મોત થયાનું જાણવા મળ્યું હતું.

સાત- આઠ વર્ષ અગાઉ સમાધાન થયું હતું

રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી કુરેશીની બહેન સાથે ફરિયાદીના દીકરા રફીક ઉર્ફે ગુલાબને પ્રેમસંબંધ હતો. સાત- આઠ વર્ષ પહેલા પ્રેમસંબંધ મામલે અગાઉ સમાધાન થયું હતું. જેનો ખાર રાખી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી કુરેશીએ રફીકને રામઘાટ નજીક છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની ફરિયાદ રફીકના પિતા રમજાન કુરેશીએ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે એ ડિવિઝન પોલીસે તપાસ ચલાવી આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી કુરેશીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .

Last Updated : Feb 11, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details