ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રેમસંબંધ મામલે મહિલા સહીત ત્રણને ઢોર માર મરાયો, પોલીસ ફરિયાદ નોંધાઇ - મોરબી ક્રાઈમ ન્યૂઝ

મોરબીમાં પ્રેમસંબંધને લઈ 10 શખ્સો દ્વારા મહિલા સહિત પ્રેમ યુગલ અને તેના કાકાના દિકરાનું અપહરણ કરી તેમને માર મારવામાં આવ્યો હતો.

Etv bharat
police Station

By

Published : May 9, 2020, 6:43 PM IST

મોરબીઃ મોરબીમાં પ્રેમસંબંધ મામલે 10 શખ્સો દ્વારા મહિલા સહીત ત્રણ લોકોનું અપહરણ કરી માર મારી બાદમાં કારમાંથી ઉતારી ભાગી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી અવિનાશ ભૂપત અગેચણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, એક માસ અગાઉ સોનાલી રાજીખુશીથી ઘરેથી ભાગી ગઈ હતી અને રાજકોટ મૈત્રી કરાર કરીને તે સાથે રહેતા હતા. આ દરમિયાન ગત મોડી રાત્રીના સુરેશભાઈ અમરશીભાઈ સારલા હાથમાં તલવાર લઈને તેમજ નરેશભાઈ અને હાર્દિકભાઈ હાથમાં ધોકો લઈને આવ્યા હતાં. ત્યાર બાદ બારીનો કાચ તોડી નાખીને ફરિયાદી અને સોનાલીને ગાડીમાં બેસાડી લઇ ગયા હતા.

આ ઉપરાંત કાકા રાજેશભાઈને માથામાં તલવારનો ઘા માર્યો હતો અને ફરિયાદી તેમજ સોનાલીને અર્ટિગા કારમાં અજાણી જગ્યાએ લઇ જઈને ગાડીમાંથી નીચે ઉતારી માર માર્યો હતો. તેમજ કાકાના દીકરા સાગરભાઈનું પણ અપહરણ કરી માર માર્યો હતો. આ ત્રણેયને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આમ, પ્રેમસંબંધનો ખાર રાખી આરોપી સુરેશ અમરશી સારલા, નરેશભાઈ, રવિભાઈ, હાર્દિકભાઈ, અશોકભાઈનો દીકરો પારસ, સુરેશભાઈના પત્ની મધુબેન, સહિત 10 સામે અપહરણ અને મારામારી તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details