ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો - હળવદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

હળવદના સરા રોડ ઉમા સોસાયટી નજીકથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સહિત બે આરોપીઓને દારૂના મોટા જથ્થા સાથે મોરબી એલ.સી.બી. ટીમે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
હળવદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

By

Published : Jan 30, 2020, 2:58 PM IST

મોરબી: હળવદના સરા રોડ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલા ટ્રક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ, મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાનાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.ના પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી.ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા અને ચંદુભાઈ કાણોતરાને ટ્રકમાં ધ્રાંગઘ્રા તરફથી વિદેશી દારૂ ભરીને નીકળનાર હોવાની બાતમીના આધરે વોચ ગોઠી હતી.

જે બાદ હળવદના હરિદર્શન હોટલ નજીક ટ્રક રોકતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો અને પોલીસે તેનો પીછો કરી સરા રોડ પર ટ્રકને ઝડપીને ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૯૬૦ કિંમત રૂપિયા ૨૧,૬૪,૫૦૦, ટાટા ટ્રક એમ ૧૧૨૮ કીમત રૂપિયા.૧૦,૦૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂપિયા.૧૫૦૦૦ એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા.૩૧,૭૯,૫૦૦ સાથે આરોપી દિનેશ કોહલારામ બીશ્રોઈ, બળવંતસિંહ ઉફે વિશાલ દાનુભા હમીરજી ઝાલાને પકડી પાડ્યા હતા. જ્યારે માલ મોકલનાર કાળુભાઈ બીશ્રોઈ અને માલ મંગાવનાર પ્રદીપસિંહ ઉરેફ પદુભા ચંદુભા ઝાલાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી, ટીમે વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details