મોરબી: જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ(Morbi District Police ) મથકમાં વિવિધ ગુનામાં પોલીસ ચોપડે ચડેલા રીઢા ગુનેગારો સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરીને પાંચ આરોપીને જેલ હવાલે (Morbi police action)કરવામાં આવ્યા છે.
મોરબી સીટી એ ડીવીઝન અને તાલુકાના 2 આરોપીને જેલ હવાલે
જિલ્લા પોલીસની કાર્યવાહીમાં મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં મારામારી અને પ્રોહીબીશનના માથાભારે આરોપી નિજામ જુસબભાઈ કટીયા (ઉં.24) ને અમદાવાદ જેલ હવાલે અને સલીમ જુસબભાઈ કટીયા (ઉ.25) ને સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે. તો મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ગૌતમ ઉર્ફે ગોવો ટપુભાઈ ડાભી રહે-લાલપર ગામ વાળાને સુરત જેલમાં (Morbi police action) મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃGujarat Corona Blast: કોરોનાનો રાફડો ફાટતા સરકારે નવી ગાઈડલાઇન્સ કરી જાહેર
માળિયાના પ્રોહીબીશનનો આરોપી પાસા હેઠળ ધકેલાયો
જયારે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ (Morbi police jailed five accused)રાકેશ દેવજીભાઈ મકવાણા રહે- તા.થાનગઢ વાળાને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમજ માળિયા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશનના આરોપી જલ્પેશ ઉર્ફે જાપો વિનોદભાઈ ખાખી (ઉ.34) રહે, મોટા દહીસરા વાળાને સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.
ટંકારા પોલીસે દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપીને પાસા હેઠળ ધકેલ્યો
ટંકારા પોલીસ ટીમ દ્વારા બુટલેગર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા રહે મેઘપર (ઝાલા) તા ટંકારા વાળા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા દારૂના ધંધા સાથે સંકળાયેલ હતો, જે અનેક વખત પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય જેથી પાસા દરખાસ્ત કરી ધર્મેન્દ્રસિંહ ઝાલાને પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃSurat Chemical Scam: ચાર રૂપિયા બચાવવા માટે સુરતમાં આચારાયું આખું 'કેમિકલકાંડ'