ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કોરોના વાયરસ સંદર્ભે નોડલ ઓફિસરે તબીબો સાથે યોજી બેઠક - નોડલ ઓફિસર

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને મેડીકલ ઈમરજન્સીની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતીઓ પણ ચીન જતા હોય છે, સ્ટેટ નોડલ ઓફિસરે તાજેતરમાં મોરબીના તબીબો સાથે બેઠક યોજી વાર્તાલાપ કર્યો હતો. કોરોના વાયરસને પગલે સ્ટેટ નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાય મોરબીની મુલાકાતે આવ્યા હતા અને મોરબીના તબીબો સાથે મીટીંગ યોજી હતી.

કોરોના વાયરસને પગલે સ્ટેટ નોડલ ઓફિસરે મોરબીના તબીબો સાથે મીટીંગ યોજી
કોરોના વાયરસને પગલે સ્ટેટ નોડલ ઓફિસરે મોરબીના તબીબો સાથે મીટીંગ યોજી

By

Published : Feb 3, 2020, 7:15 PM IST

મોરબીઃ કોરોના વાયરસના લક્ષણો વિષે જાણકારી આપી હતી, તેમજ કોરોના અંગે સાવચેતીના પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જે બેઠક અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ કતીરાએ જણાવ્યું હતું કે કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે અને મોરબી સિરામિક ઉદ્યોગને પગલે ચીન સાથે સંપર્ક રહેતો હોય છે.

કોરોના વાયરસને પગલે સ્ટેટ નોડલ ઓફિસરે મોરબીના તબીબો સાથે મીટીંગ યોજી

ચીનની મશીનરી માટે ઉદ્યોગપતિઓ મુલાકાતે જતા હોય છે, તેમજ ટેક્નીશીયન પણ ચીનથી મોરબી આવતા હોય છે, ત્યારે કોરોના વાયરસથી સાવચેતી રાખવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે સ્ટેટ નોડલ ઓફિસર પધાર્યા હતા અને જરૂરી માહિતી પૂરી પાડી છે, તેમજ કોરોના વાયરસથી સાવચેતીના પગલાઓ વિષે વિસ્તૃત સમજ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details