ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Crime: મહિલા પોલીસના બીભત્સ ફોટો-વિડીયો પરિવારને મોકલ્યા, પોલીસકર્મી હતો શામેલ - undefined

મોરબીના મહિલા પોલીસ કર્મચારીને એક યુવાન સાથે પ્રેમસંબંધ હોય જેને વિડીયો કોલ દરમિયાન મહિલાની જાણ બહાર બીભત્સ ફોટો અને વિડીયો બનાવી લીધો હતો. સાથે જ વાયરલ કરી ફેક આઈડી બનાવી મહિલા પોલીસકર્મીની બહેનને મોકલી ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરી સમાજમાં બદનામ કરવાની ધમક આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Morbi Crime: મહિલા પોલીસના બીભત્સ ફોટો-વિડીયો પરિવારને મોકલ્યા, પોલીસકર્મી હતો શામેલ
Morbi Crime: મહિલા પોલીસના બીભત્સ ફોટો-વિડીયો પરિવારને મોકલ્યા, પોલીસકર્મી હતો શામેલ

By

Published : Jul 4, 2023, 7:49 AM IST

મોરબી: જીલ્લામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી જ બ્લેકમેલીંગનો ભોગ બન્યા છે. જેમાં મહિલા પોલીસ કર્મચારીને આરોપી સંદીપ વાસુદેવ હડીયલ અને પોલીસ કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ ચૌહાણ સાથે ફ્રેન્ડશીપ હોય, જેથી ફોટો શેર કર્યા હતા અને મહિલા સાથે આરોપીઓ વચ્ચે થયેલ વિડીયો કોલ દરમિયાન આરોપીઓએ મહિલાની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધા હતા.

સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી:મહિલા ફ્રેન્ડશીપમાં રહેવા માંગતા ના હોય જેનું મનદુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવ હડીયલ મહિલાના ન્યુડ વિડીયો અને ફોટો વાયરલ કરી તેમજ આરોપી પોલીસ કોન્સ્ટેબલ હરેશ ચૌહાણે ઇન્સટાગ્રામમાં ફેક આઈડી બનાવી મહિલાની બહેનને ન્યુડ વિડીયો અને ફોટો મોકલી દીધા હતા. મહિલા પોલીસ કર્મચારીને ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું. તેમજ મહિલા પોલીસ કર્મચારી અને તેને કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી સંદીપ વાસુદેવ હડીયલ અને હરેશ ઘનશ્યામ ચૌહાણ આમર્ડ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ઈપીકો કલમ ૪૬૯,૫૦૭ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ના કાયદાની કલમ ૬૬ સી, ઈ, ૬૭, ૬૭ એ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી: મહિલા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં પ્રેમજાળમાં યુવતી કે સગીરાને ફસાવી આવા આપતીજનક ફોટો વિડીયો બનાવી બાદમાં શારીરિક શોષણ કરવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે આવા તત્વોને રોકવાનું કામ પોલીસનું છે પરંતુ અહી તો પોલીસ જ મહિલા પોલીસ કર્મચારીનું શોષણ કરી રહ્યો છે ત્યારે આવા પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ડીપાર્ટમેન્ટ આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડશે કે નહિ તે જોવું રહ્યું તો આ મામલે પી આઈ પી એ દેકાવાડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે તો પી આઈ પી એ દેકાવાડીયા એ જણાવ્યું હતું કે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે તો બંને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરી છે.

  1. AAP on Maharashtra Politics: પીએમ નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારના સૌથી મોટા આશ્રયદાતા
  2. Maharashtra Politics: અજિત પવારે શિંદેને હટાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા, 'સામના'માં દાવો
  3. Uniform Civil Code: આજે યુનિફોર્મ સિવિલ કોડને લઈ સંસદીય સ્થાયી સમિતિની મહત્વની બેઠક

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details